વિડિયો ડેસ્કઃઅયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકારે હવે રામ જન્મભૂમિ ટ્રસ્ટની રચના કરી છે આ સાથે જ નવા બનનારા રામમંદિરની ડિઝાઈન કેવી રહેશે અને તેમાં છેલ્લા 25-30 વર્ષથી અયોધ્યામાં કોતરણીકામ થઈ રહેલા પથ્થરોનો ઉપયોગ થશે કે કેમ તેની પણ ચર્ચા શરૂ થઈ ચૂકી છે આ પ્રસંગે DivyaBhaskarએ 1987ની સાલમાં વિહિપના વડા અશોક સિંઘલને રામમંદિરની સૌથી પહેલી ડિઝાઈન આપનારા અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરા સાથે ખાસ વાતચીત કરી હતી મંદિર નિર્માણકાર્ય સાથે છેલ્લી 16 પેઢીથી જેમનો પરિવાર જોડાયેલો છે તે ચંદ્રકાન્ત સોમપુરાએ રામમંદિર ટ્રસ્ટની રચના બાદની કામગીરી વિશે પોતાના અભિપ્રાય જણાવ્યા હતા અક્ષરધામ, સોમનાથ, અંબાજી સહિતના મંદિરોનું નિર્માણકાર્ય કરી ચૂકેલા પરિવારના સોમપુરાએ કહ્યું હતું કે, રામમંદિરની રચનામાં બંસી પહાડપુરના સર્વોત્તમ સેન્ડસ્ટોનનો ઉપયોગ કરાશે જેની આવરદા 1500 વર્ષ સુધીની મનાય છે