ડાંગઃસહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ડાંગ જિલ્લામાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત વારલી ચિત્રકળા ને લુપ્ત થતી બચાવવા રહીશે આ કળા ગામના લોકોને શીખવવાનું શરૂ કર્યું છેતેથી ગ્રામજનો માટે રોજગારી ની તકો ઉભી થઈ છે
વારલી ચિત્રકળા એ જુના જમાના ની વારલી જાતિ ના લોકો ની પરંપરાગત કળા છેતેઓ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે હાલના સમય માં આધુનિકતાને કારણે ધીરે ધીરે આ પ્રથા લુપ્ત થતી ચાલી છે