દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન થઈ રહ્યું છે કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના ઉમેદવારે અભદ્ર ટીપ્પણી કરી હતી આથી ગુસ્સે થયેલા અલકા લાંબાએ તે ઉમેદવારને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો અલકા લાંબાએ ઉમેદવારને પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી પણ આપી હતી