પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટે ટ્રેક પર બેભાન પડેલા યુવક માટે 500 મીટર ટ્રેન રિવર્સ ચલાવી

2020-02-07 3,114

દેશના રેલવે મંત્રી પિયુષ ગોયલે 6 ફેબ્રુઆરીએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર લોકો પાઇલોટના વખાણ કરતો એક 17 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે ગુરુવારે પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટે ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલા બેભાન યુવકને બચાવવા માટે અડધો કિલોમીટર રિવર્સ ટ્રેન ચલાવી હતી

મહારાષ્ટ્રના પાચોરા અને માહેજી રેલવે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી એક યુવક પડી ગયો હતો,આ આ યુવક બેભાન હાલતમાં પાટા પર હતો લોકો પાઈલટનું ધ્યાન જતા તેણે પળવારનો પણ વિચાર કર્યા વગર ટ્રેનને 500 મીટર રિવર્સ ચલાવીને યુવકનો જીવ બચાવી લીધો હતો આ યુવકને ટ્રેનમાં લઈ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, હાલ તેની તબિયત સારી છે

Videos similaires