જેતપુર: જેતપુર શહેરના પાંચપીપળા રોડ પર આવેલા સાડીના કારખાનામાં ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનમાં કામ કરતી વેળાએ એક પરપ્રાંતિય મજૂર મશીનમાં આવી જતા તેનો હાથ ખંભેથી કપાઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી શહેરના પાંચપીપળા રોડ પર આવેલ જય ભગવતી ડાઇંગ નામના સાડીના કારખાનામાં બપોરના સમયે ઓટોમેટિક મશીનમાં સાડીઓ છપાતી હતી તે વેળાએ ત્યાં કનૈયાનંદ કુશાવહા નામનો કારીગર જે દેવરીયા ઉત્તરપ્રદેશનો વતની છે તેણે ગરમ કોટ પહેરેલો હોય તે કોટ મશીનમાં આવી ગયો હતો, જેને મશીનમાંથી ખેંચવા જતા કારીગરનો હાથ મશીનમાં ખભા સુધી આવી જતા તેણે ચીસાચીસ કરી મૂકી હતી અન્ય સાથી કારીગરો મશીન બંધ કરીને તેને ખેંચીને બહાર કાઢતા એક હાથ કોણીએથી કપાઇ ગયો હતો અને અને છાતીનો ભાગ દબાઈ જવાથી તેનું બનાવ સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું