બગસરાના ખારી ગામમાં મધરાતે 4 સાવજ ઘૂસ્યા, 80થી વધુ ઘેટા-બકરા ફાડી ખાધા

2020-02-07 2,238

અમરેલી/ગીરસોમનાથ: બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો દીપડા બાદ હવે સિંહોનો આતંક વધ્યો છે ગત મોડી રાત્રે 4 સિંહો બગસરાના ખારી ગામમાં ઘૂસ્યા હતા સિંહોએ વાડામાં રહેલા 80થી વધુ ઘેટા-બકરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘટનાને પગલે વન વિભાગની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહોની શોધખોળ હાથ ધરી છે વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દૂર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે