ભાજપે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી સુનીલ યાદવને ઉમેદવાર બનાવ્યા છે યાદવ પોતે સ્વીકારે છે કે જ્યારે તેમના નામની જાહેરાત થઈ તો ઘણા લોકોએ કહ્યું કે, ભાજપે કેજરીવાલને વોકઓવર આપી દીધું છે ભાસ્કર સાથેની વિશેષ વાતચીતમાં યાદવે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા છે તેમણે કહ્યું કે, ઈન્દિરા અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી હાર્યા છે તેમણે એવો પણ દાવો કર્યો કે તે કેજરીવાલ વિરુદ્ધ 25 હજાર મતથી ચૂંટણી જીતશે