વડાપ્રધાન મોદીએ ગુરુવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો એક કલાક 40 મિનિટના ભાષણમાં મોદીએ વિપક્ષ પર ઘણા પ્રહારો કર્યો હતો વિભાજનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોઈ (જવાહરલાલ નહેરુ)ને વડાપ્રધાન બનવું હતું, એટલા માટે ભારતની જમીનના ભાગલા પાડી દીધા આ દરમિયાન તેમણે કહ્યું કે, એક સવાલ વારંવાર આવી રહ્યો છે કે સરકારને કામની આટલી ઉતાવળ શા માટે છે? મોદીએ જાણીતા કવિ સર્વેશ્વર દયાળ સક્સેનાની એક કવિતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘રૂઢી પ્રમાણે નબળા અને હારેલા લોકો ચાલે છે, અમને તો અમારા બનાવેલા રસ્તાથી જ પ્રેમ છે’મોદીએ રાહુલ ગાંધીના ડંડા વાળા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો જેના વળતા જવાબ રૂપે રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની સ્ટાઈલ દેશની જનતાનું કરોડો મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવે છે તે કોંગ્રેસ વિશે, જવાહરલાલ વિશે, પાકિસ્તાન વિશે વાત કરે છે પણ દેશના કરોડો મુદ્દાઓ વિશે વાત કરતા નથી