દયાપર:દેશવિદેશમાં યુવાધન WWE રેસ્લિંગ પાછળ ઘેલું છે ત્યારે સરહદી જિલ્લા કચ્છના લખપતમાં આજે પણ મલ્લયુધ્ધ થાય છે અહીં બાવડાના કૌવતને બતાવવા માટે લખપત તાલુકાના બીટીયારી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અહીં દર વર્ષે માઈબીબીનો મેળો યોજાય છે ત્યાં આ સ્પર્ધા થાય છેદર વર્ષે બીટીયારી ગામમાં માઈબીબીના મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટે છે ત્યારે આ મેળામાં અબડાસા, લખપત તેમજ નખત્રાણા તાલુકા સહિતના વિસ્તારોમાંથી આવેલા મલ્લીઓ દ્વારા લક મલાખડાની સ્પર્ધા યોજાય છે