CAAના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, 2 કિમી લાંબા તિરંગા સાથે રેલી નીકળી

2020-02-06 912

ભાવનગર:રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAAના કાયદાને સમર્થન આપવા એક વિશાળ રેલી શહેરના રાજમાર્ગો પર નીકળી છે જેમાં હજારો લોકો જોડાયા છે 2 કિલોમીટર લાંબા તિરંગા સાથે રેલીએ પ્રસ્થાન કર્યું હતું આ રેલી માટે શહેરમાં ઠેર ઠેર બેનરો, સુશોભન, ધ્વજપતાકા દ્વારા દેશભક્તિનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે રેલીમાં 50 હજારથી વધુ લોકો જોડાયાનો દાવો મંચના સંયોજક ભરતસિંહ ગોહિલ અને ગીરીશ વાઘાણીએ કર્યો છે જ્યારે અડધો દિવસ ધંધા-રોજગાર સ્વૈચ્છીક બંધ રાખવા પણ અનુરોધ કરાયો છે જેને સમર્થન મળ્યું છે

Videos similaires