હિંમતનગર: રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારીને કારણે સાબરકાંઠા જિલ્લાના એક નાગરિકને ખોટો દંડ ભરવાનો વારો આવ્યો છે રાજકોટમાં માર્ગ પર દોડતી મારૂતિ વાને ટ્રાફિક નિયમનો ભંગ કરતા રાજકોટ ટ્રાફિક પોલીસે મારૂતિ ફ્રન્ટીનો મેમો ફંટકાર્યો છે રાજકોટમાં અમદાવાદ પાર્સિંગની મારૂતિ વાન જીજે01એચસી3736ને બદલે ખેડબ્રહ્માના વતની એવા ભરત ચૌહાણની મારૂતિ ફ્રન્ટી જીજે01એચસી8736ને રૂ 500નો ઈ મેમો ફટકારી દીધો હતો રાતના અંધારાના કારણે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગોટાળો થયો હોવાનો વાહનમાલિકને પ્રત્યુત્તર અપાયો છે આ ઘટના 20 જાન્યુઆરીએ બની હતી અને મારૂતિ વાનની જગ્યાએ મારૂતિ ફ્રન્ટીના ચાલકને ઈમેમો મોકલાયો હતો