અમદાવાદ: જગતપુર પાસે આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિદ્યાર્થીઓ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ હતી મોડી રાતે 12 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ ફ્લેટના કમ્પાઉન્ડમાં અને રોડ પર બર્થ ડે ઉજવતાં હોય છે જેથી દરરોજ બુમાબુમ અને ચિચિયારીઓથી કંટાળી રહીશોઓએ વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો હતો જેથી મામલો ગરમાયો હતો પીજીમાં રહેતા 50થી વધુ વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા રહીશોએ પોલીસને જાણ કરતાં ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે રહીશો અને વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી બાદમાં વિદ્યાર્થીઓ અને રહીશો વચ્ચે સમાધાન પોલીસે કરાવી દીધું હતું