સુરતમાં શાળાના બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યાનો વીડિયો વાઈરલ

2020-02-05 1,008

સુરતઃનાનપુરા વિસ્તારમાં સ્કૂલના બાળકોને લઈને જતી ઓટો રિક્ષા બંધ થઈ ગઈ હતી બાદમાં બાળકો પાસે ઓટોરિક્ષાના ડ્રાઈવરે રિક્ષામાં અમૂક બાળકો સાથે બેસી રહીને ધક્કો મરાવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો મરાવતાં વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ઓટો ચાલક સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છેઆ અંગે આરટીઓના સુત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષા નંબર જીજે 5 એવાય 4300ના ડ્રાઈવર સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે જો કે, આ બાબતે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં સામે આવી હતી બાળકો પાસે રિક્ષામાં ધક્કા મરાવવા યોગ્ય ન હોય આવા ચાલકોની રિક્ષામાં બાળકો ન મોકલવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી હતી

Videos similaires