વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રોશનનગરમાં બે દિવસ પહેલા એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેનો વીડિયો વાયરલ થયો છે વીડિયો વાયરલ થયા બાદ ફતેગંજ પોલીસે આ મામલે ટોળાની ઓળખ કરીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રોશનનગરમાં સોમવારે ફોટો પાડવા જેવી નજીવી બાબતે એક જ કોમના બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને 4 લોકોની ધરપકડ કરી હતી જોકે ત્યારબાદ પથ્થરમારાની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેથી પોલીસે વીડિયોમાંથી ઓળખ કરીને ટોળાની સામે તપાસ શરૂ કરી છે પોલીસે આ કેસમાં વધુ લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે