દિલ્હી ખાતે દેશનો સૌથી મોટો ‘ઓટો શૉ’ શરૂ

2020-02-05 6,142

ગ્રેટર નોઈડાથી નરેન્દ્ર જિઝૌતિયા અને અપ્રિત સોની:ગ્રેટર નોઈડામાં બુધવારથી મીડિયા ઇવેન્ટ સાથે દુનિયાનો બીજો સૌથી મોટો ઓટો શૉ ‘ઓટો એક્સ્પો 2020’ શરૂ થયો છે 2 દિવસની મીડિયા ઇવેન્ટ પછી સામાન્ય લોકો માટે એક્સ્પો ખુલશે ડિયા ઇવેન્ટ દરમિયાન સૌથી પહેલાં દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ ‘મિશન ગ્રીન મિલિયન’ની થીમ પર તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ‘ફ્યૂચરો-ઈ’ની ઝલક બતાવી છે

એક્સ્પોમાં કોરોના વાઇરસના ડરથી ચીનથી ઓછા લોકો આવ્યા છે ઇવેન્ટ ઓર્ગેનાઈઝર સિયામે ચીનથી આવેલાં નવા ડેલિગેશન પર રોક લગાવી છે ઇવેન્ટમાં અગાઉથી જ ભારત આવેલાં ચાઈનીઝ કર્મચારીને માસ્ક સાથે એન્ટ્રી આપવામાં આવી છે આ વર્ષે એક્સ્પોમાં ફોર્ડ, BMW, ટોયોટા, ઓડી, જીપ, વોલ્વોઅને હોન્ડા સહિતની 9 મોટી કંપનીએ ભાગ લીધો નથી જોકે ચીનની ગ્રેટ વોલ મોટર્સ અને MG જેવી કંપનીએ એક્સ્પોમાં પ્રથમ વાર ભાગ લીધો છે

Videos similaires