રાજકોટઃ વોર્ડ નંબર 13મા ફરીવાર પીવાના પાણીની પાઈપલાઈન તૂટી છે જેને લઇને રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે આ મામલે કોર્પોરેટર દ્વારા વોટર વર્ક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઇને તેમણે પાઇપલાઇનનું સમારકામ હાથ ધર્યું હતું મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ બે વખત પાણીની પાઇપલાઇન તૂટી હતી જેને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાયું છે લાખો લિટર પાણીનો વ્યય થાય છે