ભરણ ગામ પાસેના દિણોદની સીમમાંથી દોઢ વર્ષની દીપડી પાંજરે પૂરાઇ, વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ યથાવત

2020-02-04 360

અંકલેશ્વરઃઅંકલેશ્વર તાલુકાના ભરણ ગામની બાજુમાં આવેલા સુરત જિલ્લા માંગરોલ તાલુકાના દિણોદ ગામની સીમમાં કંટવા રોડ ઉપર આવેલા જાનવી ફાર્મમાંથી એકથી દોઢ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાઇ છે જેને માંગરોલ રેન્જના આરએફઓના સ્ટાફ દ્વારા માંગરોલ ખાતે લઇ જવાઇ છે ઉપરના અધિકારીની સૂચના અનુસાર સલામત જગયાએ તેને છોડી દેવામા આવશે જોકે હજી પણ બેથી ત્રણ દીપડા આ વિસ્તારમાં ફરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા છે જેને પગલે માંગરોલ ફોરેસ્ટ વિભાગ દ્વારા 6 જેટલા પાંજરા ગોઠવવામા આવ્યા છે અને માંગરોલ અને અંકલેશ્વરના ફોરેસ્ટ રેન્જના સ્ટાફ દ્વારા સયુંક્ત પેટ્રોલિંગ ચાલુ જ છે

Videos similaires