દેલાડના યુવકના મળમાર્ગમાં સ્ટીલનો મોટો ગ્લાસ ફસાયો, સર્જરી કરીને બહાર કાઢયો

2020-02-04 815

ઓલપાડઃદેલાડના યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લઇ ગયા હતા, ડોક્ટરે એક્સરે કઢાવી તપાસ કરતા પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો પ્રાથમિક સારવારમાં ગ્લાસને કાઢવાની કોશિશ નિષ્ફળ રહી હતી, છેવટે ઓપરેશન કરી બહાર કાઢયો હતો સાયણની હોસ્પિટલમાં દાખલ ભીમ જગન્નાથ શાહ (29) (માધવ એસ્ટેટ, દેલાડ ગામ, મૂળ બિહાર)ના કહેવા મુજબ તે ગત 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલ ખાતે લાવતા તબીબે સીટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટના ભાગે સ્ટીલનો પદાર્થ હોવાનું નોધાયું હતું, જેમાં ફરીથી ડોક્ટરે એક્ષરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું ડોક્ટરે બીજી વખત એક્ષરે કઢાવતા ચોકસ થયું કે પેટમાં ગ્લાસ છે જેથી પેટનું ઓપરેશન કરીને ગ્લાસ કાઢવામાં આવ્યો હતો