લગ્નની ના પાડતા એક શખ્સે કોલેજની શિક્ષિકાને રસ્તા વચ્ચે પેટ્રોલ છાંટીને સળગાવી, યુવતીની સ્થિતિ ગંભીર

2020-02-04 6

મહારાષ્ટ્રના વર્ધામાં એક શખ્સે લગ્ન માટે ઈન્કાર કરવા અંગે સોમવારે સવારે કોલેજની 25 વર્ષીય શિક્ષિકાને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી શિક્ષિકાને નાગપુર ખાતે આવેલા ઓરેન્જ સિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે શિક્ષિકાની હાલત ગંભીર છે શિક્ષિકા કોલેજ જઈ રહી હતી ત્યારે જ રસ્તા વચ્ચે આ શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પીડિત અને આરોપી બન્ને એક જ ગામના રહેવાસી છે ઘટના હિંગનાઘાટના નંદોરી ચોકની છે