દિલ્હી વિધાનસભા ચૂંટણીના હવે માંડ ચાર દિવસ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેનું ઘોષણા-પત્ર જાહેર કર્યું છે AAPએ તેના ઘોષણાપત્રમાં સ્વચ્છ દિલ્હી અને સ્વચ્છ યમુનાની ગેરંટી આપી છે પક્ષે ગરીબ લોકો માટે રેશન ડોર સ્ટેપ ડિલિવરી સેવા ચાલુ કરવાની વાત કરી છે આ વ્યવસ્થા સેવાઓની ડિલિવરીની માફક કામ કરશે કોંગ્રેસ અને ભાજપ અગાઉ જ તેમના મેનીફેસ્ટો જારી કરી ચુક્યા છે જાન્યુઆરીમાં AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલે 'કેજરીવાલ કા ગેરન્ટી કાર્ડ' જારી કર્યું હતું તેમા રાજધાનીના દરેક નાગરિકોને 200 યુનિટ વીજળી, મહોલ્લા માર્શલ અને 24 કલાક સ્વચ્છ પાણી આપવાનું વચન આપ્યું હતું દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે જ્યારે 11મી ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે