વડોદરાઃ ભરૂચ નગરપાલિકાના ટ્રેક્ટરે દુધધારા ડેરી પાસે બાઇક પર જઇ રહેલા બે લોકોને અડફેટે લીધા હતા જેથી બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જોકે ભરૂચ નગરપાલિકાના મોટર વિભાગના અધિકારી મયંક આચાર્યએ જણાવ્યું હતું કે, આ ટ્રેક્ટર નગરપાલિકાનું નથી, પોલીસથી બચવા માટે ટ્રેક્ટર ચાલકો નગરપાલિકા લખી દેતા હોય છે, પણ કાયદેસર રીતે અમારૂ ટ્રેક્ટર નથી આરટીઓમાં આ ટેક્ટર રાજેશ વસુનિયાના નામે નોંધાયેલું દર્શાવે છે અને અને ટ્રેક્ટર અનફીટ હોવાનું પણ બતાવે છે