વલસાડ પોલીસ મથક અને લાજપોર જેલને દર્શાવતો વીડિયો વાઇરલ

2020-02-04 916

સુરતઃવલસાડ અને સુરતમાં સોશ્યલ મીડિયામાં સીટી પોલીસ મથક અને લાજપોર જેલનો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બની ગયો છે વીડિયોમાં જણાવ્યા મુજબ " બુલાતી હે મગર જાનેકા નહિ"ના ઓડિયો ડબિંગ સાથેનો વીડિયો સોશિયલ મીડિયાના ટીકટોક પ્લેટફોર્મ ઉપર વાઈરલ કરવામાં આવ્યો છે આ વીડિયોમાં લાજપોર જેલ બહાર નીકળતા લોકો અને અન્ય વીડિયોમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો બહારથી શૂટિંગ કરીને વીડિયોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે બુટલેગર ગ્રુપમાં મોટા પ્રમાણમાં વાયરલ કરવામાં આવ્યો છે પોલીસ કે જેલ શબ્દના ઉલ્લેખ કર્યા વગર માત્ર બુલાતી હે મગર જાનેકા નહિ, એ દુનિયા હે ઇધર જાનેકા નહી સાથે વાયરલ કરવામાં આવતા પોલીસ બેડામાં અને બુટલેગર ગ્રુપમાં ચર્ચાનો વિષય બની બન્યો છેરાહત ઈન્દોરી દ્વારા કોઈ ખાનગી ચેનલના પ્રોગ્રામમાં આ કવિતા રજૂ કરવામાં આવી હતી તે અવાજનો ઉપયોગ આ વીડિયોમાં કરવામાં આવ્યો છે

Videos similaires