ગુજરાતી ફિલ્મો હવે નવા નવા સબ્જેક્ટ્સ લઇને દર્શકો સુધી આવી રહી છે આ વર્ષેપહેલી વખત ઓડિયન્સને હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મ જોવા મળશે ડિરેક્ટર વિરલ રાવ ‘અફરા તફરી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે જે બહુ જ રસપ્રદ લાગી રહી છે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જાણીતા રેડિયો જોકી હર્ષિલ આ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યો છે હર્ષિલ આ ફિલ્મમાં શંકરનું પાત્ર ભજવશે આ ઉપરાંત, ‘કિશોર કાકા’ તરીકે જાણીતા કોમેડી કલાકાર સ્મિત પંડ્યા તેમજ અભિનેતા ચેતન દૈયા પણ ‘અફરા તફરી’ મચાવવા તૈયાર છે જેમાં એક્ટ્રેસ છે ખુશી શાહ તો ‘છેલ્લો દિવસ’ ફેમ મિત્ર ગઢવીનું કેરેક્ટર પણ મજાનું લાગે છે