રાજપીપળામાં ડે.કલેક્ટર અને નાયબ મામલતદારનો વીડિયો વાઈરલ

2020-02-03 772

રાજપીપળાઃ હાઇકોર્ટના આદેશ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારો કેવડિયા, વગાડીયા, નવાગામ, લીમડી, બાર ફળીયા સુધી દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેની કામગીરી દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે અને ગરુડેશ્વર નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઇ હતી જેને વીડિયો હવે વાયરલ થયો છે નાયબ મામલતદાર મેહુલ વસાવાએ ડેપ્યુટી કલેક્ટર અપશબ્દો બોલતા હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી અને નર્મદા જિલ્લાના તમામ નાયબ મામલતદારોએ ભેગા થઇને ડેપ્યુટી કલેક્ટર સામે પગલા ભરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું

Videos similaires