ગૃહમાં અનુરાગ ઠાકુરની સામે ગોલી મારના બંધ કરો, દેશ કો તોડના બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યાં

2020-02-03 21

સંસદના બજેટ સત્રમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC મુદ્દે હોબાળો થયો છે કોંગ્રેસ, તૃણમુલ, MCP અને RJD સહિત વિપક્ષના સાંસદોએ નાણાં પ્રધાન અનુરાગ ઠાકુર બોલવા માટે ઉભા થયા તે અગાઉ લોકસભામાં ગોલી મારના બંધ કરો, દેશ કો તોડના બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા

ભારે ધમાલ વચ્ચે લોકસભાની કાર્યવાહી મોકૂફ કરવામાં આવી હતી, 130 વાગ્યાથી ફરી વખત જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા બોલવા માટે ઉભા થતા ભારે હોબાળો થયો હતો લોકસભાના અધ્યક્ષે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો વિપક્ષના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતોસ્પીકરે કહ્યું હતું કે પ્રવેશ વર્માને ગૃહમાં બોલવાનો હક્ક છે ખોટી પરંપરા શરૂ કરશો નહીં ગૃહની બહાર જે ઘટના બને છે તેને ગૃહમાં ઉઠાવવી યોગ્ય નથી, માટે પ્રવેશ વર્માને બોલવા દેવામાં આવે

Videos similaires