નારગોલમાં ભાજપના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા દારૂની પાર્ટીમાં ઝૂમતા જોવા મળ્યાનો વીડિયો વાઈરલ

2020-02-03 8,416

ગુજરાતના છેવાડે આવેલા નારગોલમાં પારસી પંચાયતનું મકાન 2થી 5 જાન્યુઆરી દરમિયાન ભાડે રાખીને સુરતના નગર સેવક સહિતના લોકો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુંડાન્સ પાર્ટીમાં વોર્ડ નંબર 19ના નગરસેવક પિયુષ શિવશક્તિવાળા પણ ડાન્સ કરતાં જોવા મળતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો આ અંગે ભાજપના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તેમની પાસેથી ખુલાસો માંગીને પગલાં ભરવામાં આવશે

પિયુશભાઈ જરીવાલા(શિવશક્તિવાલા)એ જણાવ્યું હતું કે, મારી પાસે સાત વર્ષથી દારૂનું પરમીટ છે હું દવા તરીકે તેનો ઉપયોગ કરૂં છું પરંતુ તે પાર્ટીમાં અમે ડાન્સ કર્યો હતો પરંતુ કોઈએ પણ દારૂ પીધો નહોતો

Videos similaires