લંડનમાં નકલી ફિદાયીન જેકેટ પહેરેલા આતંકીએ લોકોને ચાકૂ મારતા બે ઘાયલ,પોલીસે ઠાર કરી દીધો

2020-02-03 1,450

લંડન મેટ્રોપોલીટન પોલીસના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિને પોલીસે ઠાર કર્યો છે પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તે આતંકી હુમલો હતો અને તેમાં ઘણા લોકોને તેણે ઘાયલ કર્યા છે આ મામલે વધુ વિગતો લેવાઇ રહી છે આ ઘટના લંડનના સ્ટ્રેથમ વિસ્તારમાં બની હતી સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે આ ઘટના બની હતી અને પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે તે હુમલામાં 2 લોકો ઘાયલ થયા છે જેમાં એક ગંભીર છેવડાપ્રધાન બોરીસ જોન્સને પોલીસ અને ઇમરજન્સી સર્વિસને તાત્કાલિક એક્શન માટે બિરદાવી હતી અને કહ્યું હતું કે તેમની સંવેદના એ લોકો સાથે છે જેઓ ઘાયલ થયા છે

Videos similaires