પરવટ પાટિયાની હોસ્પિટલમાં હર્નિયાના ઓપરેશન બાદ દર્દીનું મોત, પરિવારનો તબીબ સામે આક્ષેપ

2020-02-02 854

સુરતઃપર્વત પાટિયાની હર્ષલ હોસ્પિટલમાં હર્નિયાના ઓપરેશન બાદ દોઢ કલાકમાં દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપ કર્યો છે પરિવારજનોનું કહેવું છે કે, ડોકટરે પરિવારજનોને વિશ્વાસમાં લીધા વગર ઓપરેશન કર્યું હતું અને યુવકનું મોત નીપજ્યું છે જયારે ડોક્ટરનું કહેવું છે કે, ઓપરેશન સફળ રહ્યું હતું ઓપરેશન બાદ હાર્ટ એટેક આવ્યો અને મોત નીપજ્યું છેપરિવારજનોએ પૂણા પોલીસમાં પ્રાથમિક ફરિયાદ નોંધાવી છે લાશ સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે મુકવામાં આવતા સમાજના લોકોએ ડોક્ટર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી

Videos similaires