દિલ્હીના 10 પ્રવાસીઓને અમદાવાદના એજન્ટે છેતર્યાં, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટના 1030ની જગ્યાએ 1260 રૂપિયા લીધા

2020-02-02 521

રાજપીપળા:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અત્યાર સુધી 40 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યાં છે અને તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે મોબાઈલ એપ દ્વારા ટિકિટ પણ હવે ઇઝી મળી રહે એ માટેની સગવડ ઉભી કરી છે છતાં દિલ્હીના એક પરિવારને ટિકિટમાં અમદાવાદના એજન્ટે વધુ રૂપિયા ખંખેર્યા અને છેતરપિંડી કરી જે બાબત પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા એજન્ટ સામે પોલીસ કેસ નોંધાવ્યો છે

Videos similaires