અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અત્યાર સુધી 1465 જેટલી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા છે ફરી એકવાર 22મા વર્ષે 22મા સમૂહ લગ્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે આ શુભ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સાકરના વજને તોલવામાં આવ્યા હતાં ઉપરાંત રાજ્યમાં હેલ્મેટના કાયદાને લોકોમાં અમલી બનાવવા અને જીવનમાં પણ તેઓ સાવચેતી રાખી જીવનસાથીને પણ હેલ્મેટ પહેરવાના સંદેશ સાથે દરેક દીકરીઓને હેલ્મેટ અર્પણ કરવામાં આવ્યાં