સુરતઃ કામરેજમાં પેટ્રોલપંપ પાસે કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી કારમાં આગ લાગતાની સાથે જ પંપના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને કારને ધક્કો મારી પંપથી દૂર કરી દીધી હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની જાણ થતા જ ફાયરનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો કામરેજના બસેરા સોસયટી પાસે આવેલા પેટ્રોલપંપ નજીક આજે એક સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પંપના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને પહેલા કારને ધક્કો મારી પંપથી દૂર કરી હતી ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરીને પંપમાં રહેલા ફાયરના સાધનો દ્વારા કારની આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા