ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ જતા જોઈને પાકિસ્તાની રડી પડ્યો, કહ્યું, અમારી સરકારે મરવા માટે છોડ્યા

2020-02-02 15,512

ભારત સહિત અનેક દેશોએ તેમના નાગરિકોને ચાઈનામાં ફેલાયેલા કોરોના વાઈરસના કહેરથી બચાવવા માટે એરલિફ્ટ કર્યા છે શનિવારે ભારત આવેલી પહેલી ફ્લાઈટમાં 324ભારતીયો પહોંચ્યા હતા તેવામાં સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે વુહાનમાં રહેતા પાકિસ્તાની વિદ્યાર્થીએ આ વીડિયો એ સમયે રેકોર્ડ કર્યો હતોજ્યારે ભારતીય વિદ્યાર્થીઓ બસમાં બેસીને સ્વદેશ પરત ફરવા માટે નીકળી રહ્યા હતા ઈમારતની ઉપરથી તેણે ભારતીયોને ભારત જતા જોઈને તેણે તેના જેવા અનેકપાકિસ્તાની વિદ્યાર્થીઓની આપવીતી વર્ણવી હતી આ યુવકે રડતાં રડતાં જે રીતે તેમની હાલતનું વર્ણન કર્યું હતું તે સાંભળીને અનેક ભારતીયોએ પણ ભારત સરકારનેપાકિસ્તાની વિદ્યાર્થીઓને મદદ કરવાની અપીલ કરી હતી તેણે કહ્યું હતું કે ભારતીયો ગયા, બાંગ્લાદેશીઓ પણ વુહાનથી આજે રાતે વતન જતા રહેશે એક અમે પાકિસ્તાનીઓજ હવે અહીં રહેવા મજબૂર બન્યા છીએ

Videos similaires