મહિલા સરસ્વતી પૂજા કરવા પૂજારીને ખેંચીને ઘરે લઈ ગઈ, બંધક બનાવીને પૂજા કરાવી

2020-02-02 184

સોશિયલ મીડિયામાં પબંગાળના કોલકાતામાં આવેલા બેહાલા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક મહિલા અને તેના પરિવારનાં કેટલાંકબાળકો પૂજારી સાથે ખેંચાખેંચ કરે છે પહેલી નજરે તો એવું જ લાગે કે મહિલાને પૂજારી સાથે કોઈ વાતે વિવાદ થયો હશે પણ હકીકતમાં વસંતપંચમીના દિવસે આ લોકો તેપૂજારીને તેમના ઘરે સરસ્વતીની પૂજા કરવા માટે ખેંચીને લઈ જતા હતા આ તહેવાર પબંગાળનો સૌથી મોટો તહેવાર હોવાથી સ્વાભાવિક રીતે જ પૂજારીઓની અછત વર્તાતીહોય છે વીડિયોમાં મહિલા તેના પરિવાર સાથે મળીને પૂજારીને જે રીતે કરગરતાં કરગરતાં ઘરે પૂજા કરવા આવવા માટે સમજાવી રહી છે તે જોઈને જ સમજાઈ જાય કે એ દિવસેપૂજારીઓની કેટલી ડિમાન્ડ હશે અન્ય યજમાનને ત્યાં જવાનું મોડું થતું હોવાથી આનાકાની કરતા પૂજારીને તેમના આ પરિવાર રીતસર ખેંચીને ઘરમાં લઈ જાય છે કેટલાકમાણસો એવું બોલતા પણ સાંભળી શકાય છે કે જ્યાં સુધી તે પૂજા પૂર્ણ નહીં કરે ત્યાં સુધી દરવાજો પણ નહીં ખોલવામાં આવે હવે કોઈ રસ્તો જ ના બચ્યો હોવાથી નાછૂટકેમહારાજ પણ ચૂપચાપ પૂજા કરવા બેસી જાય છે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો અને ફોટા એક યૂઝર્સે શેર કર્યા હતા જે જોતજોતામાં જ વાઈરલ થયા હતા

Videos similaires