મોડાસા:સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય યુવતીની અપહરણ, ગેંગરેપ અને હત્યા મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડ્યા છે ત્યારે આ મામલાને 26 દિવસ થવા આવ્યા છતાં યુવતીના મોતનું રહસ્ય અકબંધ છે આ મામલાની તપાસ કરતી CID ક્રાઈમની SITએ FSL ટીમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી રિકન્ટ્રક્શન કર્યું હતું ત્યારબાદ પીડિતાના પરિવારજનોની મુલાકાત લઈ સાયરા ગામમાં કેટલીક જગ્યાએ સામાન્ય પૂછપરછ કરી ગાંધીનગર જવા ટીમ રવાના થઈ હતી