સુરતઃજૈન શાસનમાં દીક્ષાનગરીનું બિરૂદ પામેલા સુરતમાં આજે વેસુમાં 77 અને પાલમાં 19 મુમુક્ષુઓએ સામૂહિક રીતે દીક્ષા ગ્રહણ કરી હતી દીક્ષાર્થીઓ અમર રહોના નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતાં રત્નત્રયી સમર્પણ મંડપમાં જયજયકારા લાગ્યા હતાં 16 હજાર ફૂટના વિશાળકાય લાકડામાંથી બનેલા જિનાલયમાં દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી આ સમયે 40 હજાર જેટલા લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી