કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દસકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું બજેટ અગાઉ સુરતના ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગને બજેટથી ઘણી આશા અપેક્ષા હતી જો કે એક પણ માંગ ન સંતોષાતા બન્ને ઉદ્યોગના વેપારીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી નોટબંધી અને જીએસટી બાદ મંદિનો સામનો કરી રહેલા કાપડ અને હીરા ઉદ્યોગ દ્વારા નાણામંત્રી સમક્ષ અને સૂચનો કરવામાં આવ્યાં હતાં પરંતુ એક માંગ સંતોષાઈ નથી માત્ર એમએસએમઈ સેક્ટરને નાણામંત્રીએ રાહત આપી છે ટેક્સ અને ઓડિટમાં રાહત આપવામાં આવી છે સહકારી ક્ષેત્રમાં થોડી રાહતો આપવામાં આવી હોવાથી તેમાં થોડી ખુશી ફેલાઈ છે