વીજળી ઠપ થઈ જતા ડોક્ટરની ટીમે મોબાઈલની ટોર્ચથી દર્દીની બ્રેન સર્જરી કરી

2020-02-01 80

સાઉથ અમેરિકાના ચિલી દેશમાં ડોક્ટરની ટીમે મોબાઈલ ફોનની ટોર્ચથી બ્રેન સર્જરી કરી છે હોસ્પિટલમાં ઓપરેશન રૂમમાં સર્જન જ્યારે દર્દીનું ટ્યૂમર કાઢી રહ્યા હતા, ત્યારે અચાનક લાઈટ જતી રહી હતી તે સમયે ઓપરેશન ઘણા સેન્સિટિવિ સમયમાં હતું, ઓપરેશન ચાલુ રાખવા માટે લાઈટ આવે તેની રાહ જોવી યોગ્ય નહોતું ડોક્ટરની ટીમે પળવાર પણ વિચાર કર્યા વગર મોબાઈલની ટોર્ચ શરુ કરીને ઓપરેશન પૂરું કર્યું

સફળ ઓપરેશન કરનાર ડોક્ટર ટીમે જણાવ્યું કે, 34 વર્ષીય દર્દીનું જોખમોથી ભરેલું ઓપરેશન સફળ રહ્યું તો બીજી તરફ હેલ્થ ઓફિસર અતુરો જુનિગાએ જણાવ્યું કે, જે સમયે હોસ્પિટલની લાઈટ ગઈ તે સમયે જનરેટરની ઓટોમેટિક સિસ્ટમ ચાલુ થઈ નહોતી આ સિસ્ટમ કેમ ચાલુ ન થયું તે મામલે અમે તપાસ કરી રહ્યા છીએ

Videos similaires