ઝારખંડના ગુમલા જિલ્લામાં હાથીનાં બચ્ચાને અનોખી રીતે બચાવવામાં આવ્યું છે હાથીનું બચ્ચું સૂકાયેલા કૂવામાં પડી ગયું હતું કૂવાની ઊંડાઈ વધારે હોવાથી તે આપમેળે બહાર આવી શકતું ન હતું તેની જાણ થતાં જ વન વિભાગની ટીમ હાથીનાં બચ્ચાનું રેસ્ક્યૂ કરવા માટે પહોંચી હતી આ રેસ્ક્યૂ ઓપરેશન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બન્યું હતું કારણ કે હાથીનાં બચ્ચાને કૂવામાંથી બહાર કાઢવા માટે વૈજ્ઞાનિક આર્કિમિડીઝના ‘ફ્લૂઈડ સ્ટેટિક’ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
સિદ્ધાંત અનુસાર રેસ્ક્યૂ માટે કૂવામાં પાણી ઉમેરવામાં આવ્યું હતું તેથી હાથીનું બચ્ચું પાણીની સપાટી સાથે કૂવાની ઉપર આવ્યું હતું કૂવાની સપાટીએ બચ્ચું પહોંચતા જ કૂવાની દીવાલને જેસીબી મશીનથી તોડવામાં આવી હતી બચ્ચાને રસ્તો નજરે પડતા જ તે જંગલની તરફ દોડી ગયું હતું પ્રાણીશાસ્ત્રની એક રસપ્રદ ફેક્ટ એ છે કે હાથીઓ જન્મજાત તરવૈયા હોય છે