એર ઈન્ડિયાનું વિમાન ચીનથી 324 ભારતીયોને લઈ દિલ્હી આવ્યું

2020-02-01 1

કોરોના વાઈરસના ડરની વચ્ચે ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું ડબલ ડેકર જંબો 747 વિમાન ભારત આવવા રવાના થઈ ગયું છે 423 યાત્રાઓની ક્ષમતા વાળા બોઈંગ બી-747ના ખાસ વિમાને શુક્રવારે મોડી રાતે વુહાનથી ઉડાન ભરી છે આ વિમાનમાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના 5 ડોક્ટર્સની ટીમ પણ હાજર છે આ સિવાય વિમાનમાં પેરા મેડિકલ સ્ટાફ છે જેમની પાસે જરૂરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલુ ભોજન છે આ સિવાય એન્જિનિયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ વિમાનમાં હાજર છે આ વિમાન શનિવારની સવારે ભારત પહોંચી ગયું છે