મગરના ગળામાં 4 વર્ષથી ટાયર ફસાયું છે, ટાયર કાઢનાર માટે ઈનામની જાહેરાત

2020-01-31 1,531

ઇન્ડોનેશિયામાં વર્ષ 2016થી એક મગર દુનિયાભરના લોકો માટે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યો છે આ 13 ફુટ લાંબા મગરના ગળામાં બાઈકનું ટાયર ફસાઈ ગયું છે સેન્ટર સુલાવેસી ક્ષેત્રના અધિકારીઓએ અત્યાર સુધી મગરના ગળામાંથી ટાયર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા અંતે થાકીને તેમણે ટાયર કાઢનાર માટે ઈનામ જાહેર કર્યું છે

સેન્ટ્રલ સુલાવેસીની નેચરલ રિસોર્સ કન્ઝર્વેશન ઓફિસે જણાવ્યું કે, જો આવનારા સમયમાં પણ મગરના ગળામાં આ ટાયર રહેશે તો તેનું મૃત્યુ થઈ શકે છે આ માટે અમે તેને ટાયરથી મુક્ત કરવા માટે એક સ્પર્ધા વિચારી છે જે વ્યક્તિ આ ટાયરથી મગરને છૂટકારો અપાવશે તેને ઈનામ આપવામાં આવશે જો કે, ઈનામમાં કેટલા રૂપિયા આવશે તે અંગે કોઈ ચોખવટ કરી નથી

Free Traffic Exchange

Videos similaires