જામિયામાં ગોળી ચલાવનારા ગોપાલને લગ્નમાં જવાનું હતું, શાળામાંથી સીધા ફઈના ઘરે જવાનું કહીને નીકળ્યો હતો

2020-01-31 1

દિલ્હીના જામિયામાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કરનારા ગોપાલ શર્મા ગ્રેટર નોઈડામાં જેવર પબ્લિક શાળાનો 12માં ધોરણનો વિદ્યાર્થી છે જેવરના ઘોડિવાલા મોહલ્લામાં જેને પણ સાંભળ્યું કે ગોપાલે દિલ્હીમાં ગોળી ચલાવી હતી, તે ચોંકી ગયા હતા પાડોશીઓનું કહેવું છે કે-ગોપાવ શાંત સ્વભાવનો છોકરો છે તેનો મોહલ્લામાં પણ કોઈની સાથે ક્યારેય ઝઘડો થયો નથી તેને ગોળી કેવી રીતે ચલાવી, કોઈનો વિશ્વાસ નથી થઈ રહ્યો ગુરુવારે ગોપાલના ફોઈના દીકરા સૌરભના લગ્ન હતા પરિવારના તમામ લોકો ફોઈના ઘરે હતા ગોપાલ તેમના દાદાને કહીને નીકળ્યો હતો કે શાળાએ જઈ રહ્યો છું, ત્યાંથી જ તે સીધો લગ્નમાં જતો રહીશ