તારાપુર: તારાપુરમાં દસ દિવસ અગાઉ વેપારીનું અપહરણ કરી ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી કેટલાક શખ્સોએ આપી હતી જે બાબતે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ખંડણીખોરોની તાત્કાલિક ધરપકડ કરવા જણાવ્યું હતું અને ધરપકડ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપી હતી તેમ છતાં ધરપકડ કરવામાં આવી નથી જેથી આજે તારાપુર વેપાર એસોસિયેશન દ્વારા તમામ વેપાર ધંધા બંધ રાખીને તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે