ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ ટોલ પ્લાઝા પર ગોળીઓ ચલાવી; અથડામણમાં 3 આતંકી ઠાર

2020-01-31 13

જમ્મુ-કાશ્મીરમાં નેશનલ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો ટ્રક નગરોટાના બન ટોલ પ્લાઝા પર ચેકિંગ માટે રોકવામાં આવી હતી અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે ગોળી વાગવાના કારણે એક જવાન ઘાયલ થયા છે હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ટોલ પ્લાઝા પાસે 2 બ્લાસ્ટના અવાજ પણ સંભળાયા હતા

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, ટ્રકમાં 3થી 4 આતંકીઓ છુપાયેલા હતા ચેકિંગ દરમિયાન તેઓ ગોળી ચલાવી ભાગવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ અથડામણ થઈ હતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઈવે પર ટ્રાન્સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે તે ઉપરાંત નગરોટામાં દરેક સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે

Videos similaires