દિલ્હી પોલીસ હેડક્વાર્ટર બહાર પ્રદર્શન કરતાં દેખાવકારોને પોલીસે બળપૂર્વક હટાવ્યા

2020-01-31 1,455

નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ ગુરુવારે જામિયા યુનિવર્સિટી પાસે ચાલતી માર્ચ રાતે 8 વાગ્યા સુધી ચાલી હતી ત્યાર પછી જામિયાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ અહીં બપોરે ફાયરિંગ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી હતીવિદ્યાર્થીઓએ મોડી રાત સુધી ફાયરિંગના વિરોધમાં પોલીસ આઈટીઓ અને હેડક્વાર્ટર સામે વિરોધ-પ્રદર્શન કર્યા હતા વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પોલીસે ફાયરિંગ કરનાર સામે આર્મ્સ એક્ટ અને કલમ 307 અંતર્ગત હત્યા કરવાનો પ્રયાસની FIR નોંધી હતી ગુરુવારે બનેલી ઘટના પછીથી જ વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સામે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા આજે સવારે પોલીસ બળે તેમને જબરજસ્તી ત્યાંથી હટાવ્યા હતા

Videos similaires