સુરત:શહરેના પાલનપુર પાટિયા પાસે ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠી હતી રાંદેર વિસ્તારમાં રહેતા મોસીનભાઈ ગુરુવારે સાંજે તેમના પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે કારમાં આગ લાગી હોવાની જાણ થતા નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો હતો બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો