ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ, ચીનમાં 170થી વધું લોકોનાં મોત

2020-01-30 3,360

વિડિયોઃ ભારતમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંઘાયો છે કેરળનો વિદ્યાર્થી આ વાઈરસનો ભોગ બન્યો છે વિદ્યાર્થી ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ચીનથી પરત ફર્યા બાદ તેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે હાલ તેની હાલત સ્થિર છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ આ વાતને સમર્થન આપ્યું છે ફિલિપાઇન્સમાં પણ આજે એક પોઝિટીવ કેસ નોંધાયો છેચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે સ્પુતનિક ન્યૂઝ એજન્સી મુજબ છેલ્લા 24 કલાકમાં ચીનમાં 1700 નવા કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં 7711 કેસ સામે આવ્યા છે કોરોના વાઈરસના પ્રભાવને જોઈને આજે (ગુરુવારે) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની બીજી બેઠક મળશે જેમાં આને લઈને ગ્લોબલ હેલ્થ ઈમર્જન્સીની જાહેરાત થઈ શકે છે

Videos similaires