8મી ફેબ્રુઆરીએ દિલ્હી ઈલેક્શન હોય તમામ પક્ષો ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કેજરીવાલની પાર્ટી પર આક્ષેપો કરી બીજેપીને મત આપવા દિલ્હીવાસીઓને અપીલ કરી હતી જ્યારે બીજી બાજુ કેજરીવાલેકહ્યું છે કે મે દિલ્હીમાં શાળાની સ્થિતિ સુધારી, મહોલ્લા ક્લિનિક ખોલ્યા, શું હું આતંકવાદી છું મે દિલ્હીવાસીઓનો દિકરો બનીને કામ કર્યું છે પણ એ લોકોએ (ભાજપ) મને પાંચ વર્ષ સુધી પરેશાન કર્યો છે ભાજપના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલ આતંકવાદી છે દેશ માટે તન,મન, ધન કુરબાન કરી દીધું છે દિલ્હીના બાળકોને પોતાના માનીને સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે, ઈલાજ માટે વ્યવસ્થા કરી છે, વૃદ્ધોને તીર્થયાત્રા પર મોકરવામાં આવ્યા, દિલ્હીવાસીમાંથી કોઈ સૈનિક શહીદ થાય તો તેમના પરિવારની કાળજી રાખવાનું કામ કર્યું છે, શું આ કોઈ આતંકવાદી કરે છે? હું ડાયાબિટીસનો દર્દી છું, દિવસમાં ચારથી પાંચ વખત ઈન્સ્યુલિન લઉં છુંજો કોઈ વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી હોય અને 3-4 કલાકમાં ભોજન ન લે તો તે મરી જાય છે આ સ્થિતિમાં હુ બે વાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભુખ હડતાળ કરી છે એક વખત 15 દિવસ અને બીજી વખત 10 દિવસ માટે