સુરતમાં 19 દીક્ષાર્થીઓનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો

2020-01-30 1,456

સુરતઃ પાલમાં ‘ઓમકાર નગરી’, પ્લોટ નં-107-108માં ‘રોમે રોમે પરમ સ્પર્શ વાટિકા’ના નામથી આયોજિત સમૂહ દીક્ષા મહોત્સવમાં કુલ 19 મુમુક્ષુઓ સંસાર ત્યજી સંયમ અને ક્લ્યાણનો મોક્ષદાયી માર્ગ અપનાવશે આજે વર્ષીદાન વરઘોડા સાથે દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં સાત હોડીઓમાં સવાર મુમુક્ષુઓએ આકર્ષણ જમાવ્યું હતું આ દીક્ષા મહોત્સવમાં 4 બાળ મુમુક્ષુઓ એક જ દાદા દાદીના પરિવારમાંથી દીક્ષા લઇ રહ્યા છે જ્યારે આ દીક્ષામાં સીએથી લઈને બેંક અધિકારી પણ દીક્ષા ગ્રહણ કરશે