વડોદરાઃ કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા 2 યુવાનો સહિત 3 લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા