ભારત ચીનમાંથી 500 ભારતીયોને એરલિફ્ટ કરશે, ભારત સરકારના મોટા એરલિફ્ટ અભિયાનોની એક ઝલક

2020-01-29 1,987

ચીનમાં કોરોના વાઈરસે આતંક મચાવ્યો છે ચીનના 6000 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન લાગી ચુક્યું છે આ વાઈરસથી અત્યાર સુધી કુલ 132થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે



નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી 10 દિવસમાં સ્થિતિ વધારે ભયાનક થઈ શકે છે ચીન સરકારે વુહાનમાં લોકડાઉન કરી દીધું છે તો ભારત સરકારે કહ્યું છે કે, વુહાનમાં 500 ભારતીયોને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનની મંજૂરીથી ભારતનું એર ઈન્ડિયા વુહાનથી લોકોને એર લિફ્ટ કરવા માટે 31 જાન્યુઆરીએ ફ્લાઈટ મોકલે તેવી શક્યતા છે



એરલિફ્ટ એટલે કે કોઈ પ્રતિબંધિત વિસ્તાર કે આપત્કાલિન પરિસ્થિતીમાંથી વ્યક્તિઓ કે સામાનને પ્લેન દ્વારા બીજી સુરક્ષિત જગ્યાએ ખસેડવા



ત્યારે આવો જાણીએ કે ભારત સરકારે અત્યાર સુધી દુનિયાભરમાંથી કેટલીવાર ભારતીય લોકોને એરલિફ્ટ કર્યાં છે

Videos similaires